Ajab-GajabIndia

કલેક્ટરના ઘરે રેડ પડી, એટલા રૂપિયા મળ્યા કે ગણવા માટે મંગાવવું પડ્યું મશીન

ઉત્તર પ્રદેશના બુલંદશહરના IAS અભય સિંહના ઘરે CBIએ દરોડા પાડ્યા છે. આ દરોડા ખનન કૌભાંડને લીધે પાડવામાં આવ્યા છે. અભય સિંહ ફતેહપુરના DM હતા અને આ દરમિયાન તેમના પર ગેરકાયદેસર ખનન કરાવવાના આરોપ લાગ્યા હતા.  પ્રકરણની તપાસ CBI કરી રહી છે. સૂત્રોનું માનીએ તો રેડ દરમિયાન CBIને ઘરેથી એટલી નોટો મળી છે જે તેની ગણતરી માટે CBIએ મશીન મંગાવ્યું. CBIની ટીમ વહેલી સવારે કલેક્ટરના ઘર અને ઑફિસે પહોંચી.ગેટ પર ફોર્સ તૈનાત કરી દેવાઈ. ટીમે બે કલાક દરમિયાન તેમના ઘરની તલાશી લીધી જેમાં 47 લાખ રૂપિયા કેશ બરામદ કરવામાં આવ્યા.

Loading...

સૂત્રોના જણાવ્યા અનુસાર તલાશી દરમિયાન IASના ઘરમાંથી CBIને નોટોના બંડલ મળ્યા. લોકોને નોટ ગણનારા મશીન વિશે ત્યારે ખબર પડી જ્યારે દરોડા દરમિયાન એક ગાડી DMના ઘરની બહાર ગઈ અને થોડા સમયમાં પરત આવી. આ દરમિયાન ગાડીમાં નોટો ગણવાનું મશીન દેખાયું.  અંદાજ લગાવી શકાય કે IASના ઘરમાંથી મોટા પ્રમાણમાં કેશ રકમ મળી છે.

Loading...

અભય સિંહ અખિલેશ યાદવ સરકારમાં ફતેહપુરના કલેક્ટર હતા. જણાવાઈ રહ્યું છે કે આ દરમિયાન તેમણે બધા નિયમોને નજરઅંદાજ કરી મનમાની રીતે ખનન પટ્ટા કર્યા. આઝમગઢ સીડીઓ દેવી શરણ ઉપાધ્યાય તત્કાલીન દેવરિયાના ADM હતા. તેમના ત્યાંથી 10 લાખ રૂપિયા કેશ અને ઘણી અઘોષિત સંપત્તિઓના દસ્તાવેજ મળી આવ્યા છે.

CBIએ ગેરકાયદેસર ખનન મામલે યૂપીના 12 સ્થળોએ દરોડા પાડ્યા છે. બુલંદશહર ઉપરાંત લખનઉ, ફતેહપુર, આઝમગઢ, ઈલાહાબાદ, નોએડા, ગોરખપુર, દેવરિયામાં દરોડા પાડ્યા. લખનઉમાં IAS વિવેક કુમારના ઘરે રેડ ચાલી રહી છે. 2009 બેચના IAS અધિકારી વિવેક પણ કૌશલ વિકાસ નિગમના નિદેશક છે. તેમના ઘરે પણ રેડ ચાલી રહી છે.

Loading...

Related Articles

Back to top button
Close