InternationalSports

આજે વરસાદ થયો તો કેટલી ઓવરમાં કેટલા રન ભારતે કરવા પડે? જાણો

વર્લડકપની સેમિફાઈનલ મેચ વરસાદના કારણે આજે રિઝર્વ ડેમાં રમવાના છે. આજે પણ વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ રહી છે. ન્યૂઝીલેન્ડની મેચ 46.1 ઓવર પર અટકી હતી ત્યાં સુધીમાં ટીમનો સ્કોર 211 રન હતો.  વરસાદના કારણે જ્યાંથી મેચ અટકી હતી ત્યાંથી આજે ફરી રમાશે.  હવામાન વિભાગની આગાહી મુજબ આજે પણ વરસાદ થઈ શકે છે.બપોરે 35 થી 40 ટકાની વરસાદ થવાની આશંકા છે. આજે આકાશ ચોખ્ખું રહ્યું તો ન્યૂઝીલેન્ડ 46.1 ઓવરથી આગળ રમવાનું શરુ કરશે.

Loading...

આજે વરસાદ થયો તો ઓવરોમાં ઘટાડો કરવામાં આવી શકે છે. ડકવર્થ લુઈસ નિયમ પ્રમાણે મોડિફાઈ ટાર્ગેટ બદલાઈ જશે. ICCના નિયમ પ્રમાણે વનડે મેચ નાની કરવામાં આવે તો પણ ઓછામાં ઓછી 20 ઓવર તો રમાડવી જ પડે.આ મેચનું પરિણામ લાવવા માટે છેલ્લે 20 ઓવરની મેચ થાય તે જરુરી છે. જો વરસાદના કારણે 20 ઓવર પણ રમવી અશક્ય બની તો ભારત પોઈન્ટ ટેબલ મુજબ સીધું ફાઈનલમાં પહોંચી જશે. ભારતના 15 પોઈન્ટ છે અને ન્યૂઝીલેન્ડના માત્ર 11 પોઈન્ટ છે.

નિયમમાં ફેરફાર આવ્યો: રિઝર્વ ડે દરમિયાન મેચ નવેસરથી શરૂ થતી હતી.  2002ની ચેમ્પિયન્સ ટ્રોફી દરમિયાન બીજા દિવસે મેચ ફરીથી શરૂ થાય તે જોયું હતું. આઈસીસીએ આ નિયમમાં ફેરફાર કર્યો છે અને હવે મેચ રિસ્ટાર્ટ નહીં પરંતુ જ્યાંથી અટકી હોય ત્યાંથી જ શરૂ થશે.

Loading...

વરસાદ શરૂ થયો તે પહેલાં ન્યૂઝીલેન્ડે 46.1 ઓવરના અંતે 5 વિકેટ ગુમાવી 211 રન કર્યા હતા. રોઝ ટેલર 67 રને અને ટોમ લેથમ 3 રને રમી રહ્યા છે. ટેલરે 73 બોલમાં વનડેની 50મી ફિફટી ફટકારી છે. કોલીન ડી ગ્રાન્ડહોમ 16 રને ભુવનેશ્વર કુમારની બોલિંગમાં ધોનીના હાથે કેચ આઉટ થયો હતો.

Loading...

Related Articles

Back to top button
Close