GujaratRajkot

રાજકોટ: ધનાઢ્ય પરિવારની MBBS થયેલી વહુએ ઝેર પીને આપઘાત કર્યો

એમબીબીએસની ડિગ્રી મેળવ્યા બાદ બોલીવૂડ ઈન્ટરનેશનલમાં મેકઅપ આર્ટીસ્ટનો અભ્યાસ પુરો કરી અને છેલ્લા ત્રણ વર્ષથી પતિ સાથે ફેક્ટરી સંભાળતી યુવતીએ કયાં કારણોસર આ પગલું ભર્યુ તે જાણવા મળ્યું નથી. હાલ માલવીયાનગર પોલીસે મૃતદેહનું ફોરેન્સીક પોસ્ટમોર્ટમ કરાવી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. મૃતક પૂજા બેડિયાએ કાલાવડ રોડ પર આવેલા જાનકી પાર્ક સ્થિત પોતાના પિતૃગૃહે બાથરુમમાંથી બેભાન હાલતમાં મળી આવી હતી. પૂજાને તાત્કાલિક નજીકની પ્રાઈવેટ હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. પરિવારજનોએ તે બાથરુમમાં ઢળી પડી હોવાનું કહ્યું હતું, જોકે ટૂંકી સારવાર બાદ તેનું મોત થયું હતું.

Loading...

પોલીસે મૃતકનું પીએમ કરાવતા તેણે ઝેર પીને આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે. પોલીસના જણાવ્યા અનુસાર, પૂજાએ ચીનમાં MBBSનો અભ્યાસ કર્યો હતો. જોકે, તે ડૉક્ટર તરીકે પ્રેક્ટિસ નહોતી કરતી. પૂજાના લગ્ન સાડા ત્રણ વર્ષ પહેલા વિનિત બેડિયા નામના યુવક સાથે થયા હતા. પૂજા પતિને ફેક્ટરી સંભાળવામાં મદદ કરતી હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.

પૂજાએ કયા કારણોસર આપઘાત કર્યો તેનું કારણ હજુ સુધી જાણવા નથી મળ્યું. પોલીસનું કહેવું છે કે તેના પરિવારજનો તેમજ સાસરિયાના નિવેદન લીધા બાદ જ મૃતકના આપઘાતનું સાચું કારણ ખબર પડી શકશે.પોલીસે મૃતદેહને ફોરેન્સીક પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડી તપાસ કરતા પૂજાના જમણા હાથમાં ઈન્જેકશનના નિશાન જોવા મળ્યાં હતા. ડો. પૂજાએ ઝેરી દવા પી આ પગલું ભરી લીધાનું બહાર આવતા પોલીસે મહિલા તબીબે આ ઈન્જેકશનથી કે ઝેરી દવા પી આપઘાત કર્યો તે અંગે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

Loading...
Loading...

Related Articles

Back to top button
Close