India

“મારો વાંક નથી કે હું ગે છું,” 20 વર્ષના પટેલ યુવાને ઈમોશનલ મેસેજ લખીને આપઘાત કર્યો

ભારતની સુપ્રીમ કોર્ટે કલમ 377 રદ કરી દીધી છે પરંતુ સમાજમાં પરિવર્તન આવ્યું નથી. સમલૈંગિક સંબંધો ધરાવતા લોકો સાથે ખરાબ વ્યવહાર કરવામાં આવે છે. સમાજ તેમને ખરાબ દૃષ્ટિએ જુએ છે. ઘણા વાલીઓ કાઉન્સેલિંગની મદદથી તેમના બાળકોના વર્તનને સુધારવાની કોશિશ કરે છે. આ કારણે સમલૈંગિક લોકોમાનસિક આઘાતમાં જીવન જીવે છે. હાલમાં મુંબઈમાં 20 વર્ષના છોકરાએ પોતે ગે હોવા બદલ હેરાનગતિ થતા આપઘાત કરીને જીવન ટૂંકાવી દીધું હતું. મુંબઈનો અવિનાશુ પટેલ ત્રણ મહિનાથી ચેન્નાઈમાં રહેતો હતો. 2 જુલાઈના રોજ તે મૃત અવસ્થામાં મળી આવ્યો હતો.

Loading...

આત્મહત્યા કરતા પહેલા અવિનાશુએ ફેસબુક પ્રોફાઈલ પર એક લાંબી પોસ્ટ લખી હતી જેમાં ગે હોવા બદલ તેની કેવી પજવણી થાય છે તેની વાત કરી હતી. તેણે લખ્યું કે બધા જાણે છે કે હું છોકરો છું પરંતુ હું જે રીતે ચાલુ છુ, બોલુ છું એ છોકરી જેવું છે. લોકોને આ પસંદ નથી. મારા પરિવારને દોષી ન ઠેરવશો, તેમની મદદ કરજો. હું મારા માતા-પિતા અને બહેનને ખૂબ જ પ્રેમ કરુ છું. હું મને ટેકો આપવા બદલ તેમનો આભાર માનુ છું. હું ગે જન્મ્યો તે મારો વાંક નથી. તેણે પોસ્ટમાં છેલ્લે લખ્યું કે તેને આશા છે કે આવતા જન્મે તે પરફેક્ટ છોકરા અથવા તો છોકરી તરીકે જન્મ લેશે.

Loading...

Related Articles

Back to top button
Close