EntertainmentGujaratIndia

ઐશ્વર્યા મજમુદારે શોધી લીધો જીવનસાથી! જુઓ Photo

ગુજરાતની લોકપ્રિય ગાયિકા ઐશ્વર્યા મજમુદાર પર હાલ અભિનંદનની વર્ષા થઈ રહી છે.  ઐશ્વર્યાએ પોતાનો જીવનસાથી શોધી લીધો છે. ઐશ્વર્યાએ મુલ્કરાજ સાથે ફેસબુક પર એક ફોટો પોસ્ટ કરીને પોતાના રિલેશનશિપની જાહેરાત કરી છે.ઐશ્વર્યાએ મુલ્કરાજ સાથેનો ફોટો પોસ્ટ કરતા જ તેના પ્રસશંકોએ અભિનંદનનો વરસાદ કરી દીધો છે.  આ પોસ્ટ પર થોડા જ કલાકોમાં 5 હજારથી લાઈક્સ અને 650થી વધુ કોમેન્ટ આવી ચૂકી છે.

Loading...

ઐશ્વર્યા મજમુદારે ગુજરાતી ફિલ્મો ઉપરાંત બોલિવૂડની અનેક ફિલ્મોમાં ગીત ગાયા છે. જેમાં પ્રેમ રતન ધન પાયો, એક પહેલી લીલા, હરી પુત્તર જેવી અનેક ફિલ્મોનો સમાવેશ થાય છે.  તેના સ્ટેજ શો અને વીડિયો આલ્બમ પણ એટલા જ હિટ રહે છે.ઐશ્વર્યાએ 3 વર્ષની ઉંમરે સંગીતની તાલીમ લેવાની શરૂઆત કરી. 7 વર્ષની વયે સારેગામાપા લિટલ ચેમ્પ ભાગ લઈને ઘર ઘરમાં જાણીતી બની. ત્યાર બાદ અનેક રિયાલિટી શોમાં ભાગ લઈને ઐશ્વર્યા વિનર બની ચૂકી છે.

Loading...

Related Articles

Back to top button
Close