InternationalSports

વર્લ્ડકપ: સેમિ ફાઈનલમાં ધોની આઉટ થતાં જ ફેનને આઘાત લાગ્યો અને થયું મોત

માનચેસ્ટરમાં વર્લ્ડ કપ સેમિ ફાઈનલ મેચ દરમિયાન રવિન્દ્ર જાડેજા અને ધોનીની શાનદાર પાર્ટનરશીપે ભારતની જીતની આશા જગાડી હતી. સૌને આશા હતી કે હવે ભારત જીતશે.જાડેજા અને ધોની  ભારતને જીતની નજીક લઈ જઈ રહ્યા હતા. જાડેજા અને બાદમાં ધોની આઉટ થતાં ફેન્સ ઉદાસીનતામાં ધકેલાઈ ગયા. વર્લ્ડ કપમાંથી ભારત બહાર ફેંકાઈ જવાનું દુઃખ કોલકાતાના એક ચાહક સહન ના કરી શક્યા અને તેમનું મોત થઈ ગયું.

ભારત-ન્યૂઝીલેન્ડનો આમુકાબલો કોલકાતાના સાઈકલ વેચતા દુકાનદાર શ્રીકાંત મૈતી પોતાની દુકાનમાં બેસીને મોબાઈલમાં જોતા હતા. છેલ્લા 11 બોલમાં ભારતને 25 રન કરવાના હતા. 49મી ઓવરમાં બીજા બોલે કોઈ રન ના બન્યો. ત્રીજા બોલે ધોની એક રન દોડ્યો અને બીજા માટે ક્રિઝ પર પહોંચવાનો હતો. પરંતુ માર્ટિનના થ્રોએ વિકેટ પાડી દીધી.

Loading...

ગપ્ટિલના આ થ્રોએ ઈન્ડિયાની આશા પર પાણી ફેરવી નાખ્યું. વર્લ્ડ કપ જીતવાનું ભારતીયોનું સપનું રોળાઈ ગયું. શ્રીકાંત આ આઘાત સહન ના કરી શક્યા અને ધોનીના આઉટ થતાંની સાથે જ દુકાનની અંદર જ તેઓ ઢળી પડ્યા. શ્રીકાંત મોબાઈલમાં મેચની રોમાંચક ક્ષણને જોતા હતા. ધોનીની વિકેટે તેમને ઝટકો આપ્યો કે તેમના શ્વાસ થંભી ગયા.  મીઠાઈની દુકાન ચલાવતા સચિન ઘોષે કહ્યું કે જોરથી અવાજ આવતાં અમે તેમની દુકાન તરફ દોડ્યા. શ્રીકાંતને જમીન પર પડેલા જોયા. અમે તેમને દવાખાનામાં લઈ ગયા જ્યાં તબીબે તેમને મૃત જાહેર કર્યા.

Loading...

Related Articles

Back to top button
Close