GujaratPolitics

અલ્પેશ ઠાકોરની જાહેરાત, અમદાવાદના યોજાનાર કાર્યક્રમમાં ભાજપમાં જોડાશે

ગુજરાતમાં રાજ્યસભાની બે બેઠકો માટેની ચૂંટણીમાં ક્રોસ વોટિંગ કરી ધારાસભ્ય પદેથી રાજીનામું આપનારા અલ્પેશ ઠાકોરે ભાજપમાં જોડાવાની જાહેરાત કરી દીધી છે. અલ્પેશ ઠાકોરના જણાવ્યા મુજબ તે અમદાવાદ ખાતે કાર્યક્રમમાં ભાજપમાં જોડાશે પણ ક્યારે જોડાશે તેની જાહેરાત પછી કરશે. અલ્પેશની સાથે જ ધારાસભ્ય પદેથી રાજીનામું આપનારા ધવલસિંહ ઝાલા અંગે હજુ કોઈ સ્પષ્ટતા થઈ નથી.

કોંગ્રેસની ટિકિટ પર વિધાનસભાની ચૂંટણી જીતનારા અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાએ લોકસભા ચૂંટણી વખતે જ કોંગ્રેસમાંથી રાજીનામા આપી દીધા હતા. તે પછી તેમના ધારાસભ્ય પદ રદ કરવા કોંગ્રેસે કોર્ટનો સહારો પણ લીધો હતો.રાજ્યસભાની બે બેઠકોની પેટાચૂંટણીમાં ક્રોસ વોટિંગ કર્યા પછી અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાએ ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું હતું. અલ્પેશ ઠાકોરે કોંગ્રેસ છોડ્યું તે સમયથી જ ચર્ચા હતી કે તે ભાજપમાં જોડાશે, પણ ક્યારે જોડાશે તે સવાલ હતો.

Loading...

હવે અલ્પેશે પોતે જાહેરાત કરી દીધી છે કે, તે અમદાવાદમાં કમલમ્ ખાતેના કાર્યક્રમમાં ભાજપમાં જોડાશે.વિધાનસભાનું સત્ર ચાલુ છે તે સમયે જ અલ્પેશ ભાજપમાં જોડાશે ત્યારે નજીકના સમયમાં રૂપાણી સરકારના મંત્રીમંડળનું વિસ્તરણ પણ જોવા મળી શકે છે. અલ્પેશને મંત્રી મંડળમાં સ્થાન અપાશે કે પછી કોઈ નિગમના પ્રમુખ બનાવાશે તેના પર બધાની નજર છે.

Loading...

Related Articles

Back to top button
Close