GujaratLatestVadodara

વડોદરાના યુવાને રોજ 12 કલાક તૈયારી કરીને GPSCની પરીક્ષા પાસ કરી, ડેપ્યુટી કલેક્ટર બન્યો

જુલાઇ-2019માં યોજાયેલી જી.પી.એસ.સી.ની પરીક્ષામાં ગુજરાતમાં 21માં રેન્ક સાથે વડોદરાનો યુવાન વલય વૈદ્ય ઉત્તીર્ણ થયો અને ડેપ્યુટી કલેક્ટર તરીકે તેની પસંદગી થઇ છે. વલય વૈદ્યની ઇચ્છા છે કે, જે તક મને મળી છે તે તકનો ઉપયોગ કરીને હું લોકોની પ્રાથમિક જરૂરીયાતોને પ્રાધાન્ય આપીશ. ખાસ પાણીની વિકટ સમસ્યાનું નિરાકરણ કેવી રીતે લાવી શકાય તે માટે મારી પ્રાથમિકતા રહેશે.

Loading...

વડોદરાના વલય પિતા અંકિતભાઇ વૈદ્ય અને માતા કલાબહેનનો એકનો એક પુત્ર છે. ગાંધીનગરમાં ધીરૂભાઇ અંબાણી ટેક્નિકલ કોલેજમાંથી આઇ.સી.ટી. કર્યાં બાદ વલયે વર્ષ-2017-18માં જી.પી.એસ.સી. અને યુ.પી.એસ.ની તૈયારી શરૂ કરી હતી. જુલાઇ-2019માં ગુજરાતમાં 21માં રેન્ક સાથે જી.પી.એસ.સી.માં ઉત્તીર્ણ થયો છે.

વલય વૈદ્યએ જણાવ્યુ  કે ડેપ્યુટી કલેક્ટરનું પોસ્ટીંગ થયા બાદ હેલ્થ સેક્ટર, એજ્યુકેશન અને વોટર કન્ઝર્વેશનમાં મારું ફોકસ રહેશે.  ખાસ કરીને હાલમાં જે પાણીની વિકટ સમસ્યા છે તેનો ઉકેલ કેવી રીતે લાવી શકાય તે મારા માટે પ્રાથમિકતા રહેશે. યુ.પી.એસ.સી. પાસ કરવામાં બે પ્રયત્ન કરવા છતાં નિષ્ફળતા મળી છે. હું હિંમત હાર્યો નથી.મારું યુ.પી.એસ.સી.ની પરીક્ષા પાસ કરવાનું પણ લક્ષ્ય પૂર્ણ કરીશ.

Loading...

જી.પી.એસ.સી.માં અઢી લાખ જેટલા સ્ટુડન્ટ અને યુ.પી.એસ.સી.માં 6 લાખ જેટલા સ્ટુડન્ટ હોય છે. હું પણ જી.પી.એસ.સી. અને યુ.પી.એસ.સી.ના પ્રથમ પ્રયત્નમાં થોડા માર્ક માટે ફેઇલ થયો ત્યારે નાસીપાસ થઇ ગયો હતો પણ પરીક્ષાની તૈયારી ચાલુ રાખી હતી. હું રોજ દરરોજ 12 કલાકનું વાંચન કરતો હતો અને આખરે મને જી.પી.એસ.સી.માં સફળતા મળી છે.

આજના યુવાનો પોતાના લક્ષ્યમાં હારનો સામનો કરે છે ત્યારે ડિપ્રેશનમાં આવીને આપઘાત સુધીનું પગલું ભરે છે.વલયે જણાવ્યું કે નાસીપાસ થવાની કોઇ જરૂર નથી. જો તમે ડિપ્રેશનમાં આવી જાવ તો યોગ, કસરત,વોકીંગ કરવું જોઇએ. સારા પુસ્તકો વાંચવાનું શરૂ કરી દેવું જોઇએ. ડિપ્રેશનને આપણા ઉપર હાવી થવા દેશો નહીં.

Loading...

Related Articles

Back to top button
Close