IndiaLatest

આસામમાં પૂરના કારણે પ્રાણીઓની થઈ ખરાબ હાલત, ફોટો જોઈને ભલભલા ધ્રુજી જશે

આસામમાં ભારે વરસાદ અને પૂરના કારણે મૃત્યુઆંક 47 પર પહોંચ્યો છે. જ્યારે રાહત અને બચાવ  માટે  સેનાની મદદ લેવામા આવી. આસામના 27 જિલ્લામાં જળબંબાકાર છે. જેથી 49 લાક લોકોને અસર થઈ.  છેલ્લા 6 દિવસમાં સેનાએ 488 લોકોને સલામત સ્થળે ખસેડ્યા છે.આસામમાં ભારે વરસાદના કારણે પૂરની સ્થિતિ જોવા મળી રહી છે. ત્યાં કાઝીરંગા નામનો નેશનલ પાર્ક આવેલો છે કે જ્યાં ગેંડા અને અન્ય વન્યજીવો જોવા મળે છે. ત્યાં પૂરના કારણે ભારે નુક્સાન થયું છે. આ કારણે ત્યાં જોવા મળતા પ્રાણીઓની પણ ગંભીર સ્થિતિ જોવા મળી રહી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પૂરગ્રસ્તોને તમામ રાહત પહોંચાડવાના આદેશ આપ્યા છે. પૂરની સ્થિતિ અંગે ભાજપના 10 સાંસદોએ પીએમ મોદીને રિપોર્ટ સોંપ્યો છે. મહત્વપૂર્ણ છે કે, આસામ પૂરના કારણે છેલ્લા 10 દિવસથી બેહાલ છે.જનજીવન પર અસર થઈ છે.

Loading...

એક શિંગડાંવાળા ગેંડા જોવા મળે છે. પણ, ત્યાં પૂરની સ્થિતિના કારણે તેઓની હાલત ખરાબ છે.

Loading...

થાકી ગયેલા ગેંડાઓ જમીનના સૂકા તટ પ્રદેશ પર જોવા મળી રહ્યા છે.

જંગલમાં હરણો ગળાડૂબ પાણીમાં તેમનો જીવ બચાવવાના પ્રયાસ કરી રહ્યા છે. પૂરની સ્થિતિ જોવા મળી રહી છે.

કાઝીરંગા નેશનલ પાર્કનો 90 ટકા ભાગ પાણીમાં ગરકાવ છે. ત્યાં નાના પ્રાણીઓની હાલત પણ દયનીય છે.આ પાર્ક ડૂબવાના કારણે 3 ગેંડા અને એક હાથી સહિત કુલ 9 પ્રાણીઓના મૃત્યુ થયા છે.

Loading...

Related Articles

Back to top button
Close