IndiaLatest

આ ખેડૂતના દીકરાએ ISROને ચંદ્રયાન લોન્ચ કરવામાં કરી મોટી મદદ

ISROના ચીફે ખાતરી આપી હતી તે મુજબ ચંદ્રયાન-2 બીજા પ્રયાસમાં કોઈપણ મુશ્કેલી વિના હેમખેમ લોન્ચ થઈ ગયું છે.આ  સિદ્ધિ પાછળ ISROના વૈજ્ઞાનિકોની એક મજબૂત ટીમ છે જેમાં ચંદ્રકાંત નામના વૈજ્ઞાનિકનો પણ સમાવેશ થાય છે. હૂગલીના શિબપુર ગામના ખેડૂત મધુસૂદન કુમાર પોતાના દીકરાનું નામ સૂર્યકાંત રાખવા માંગતા હતા પરંતુ શિક્ષકે પિતાને બાળકનું નામ ચંદ્રકાંત રાખવા જણાવ્યું. તે પોતે ISROમાં સીનિયર સાયન્ટિસ્ટ બન્યા અને ચંદ્રયાન-2 મિશનની સફળતામાં તેમનો મોટો ફાળો છે.

ચંદ્રકાંતના પિતાએ જણાવ્યું જ્યારે મિશન પાછુ ઠેલાયુ ત્યારે અમને દુઃખ થયુ હતુ પણ અમને ખબર હતી કે ભારતનું પડકારજનક મિશન મૂન ચોક્કસ સફળ થશે. અમને ખૂબ ગર્વ છે કે અમારો પુત્ર આ શક્ય બનાવનાર ટીમનો હિસ્સો છે.

Loading...

ચંદ્રકાંતે ભારતીય સેટેલાઈટ અને ગ્રાઉન્ડ સ્ટેશનની એન્ટેના સિસ્ટમ ડિઝાઈન કરી છે. તે ચંદ્રયાન-1, ASTROSAT અને GSAT-12 જેવા મોટા પ્રોજેક્ટ્સનો ભાગ રહી ચૂક્યા છે. ચંદ્રયાન-2 માટે તે ડેપ્યુટી પ્રોજેક્ટ ડિરેક્ટર હતા. તે UR રાવ સેટેલાઈટ સેન્ટરમાં ઈલેક્ટ્રોમેગ્નેટિક્સના હેડ પણ રહી ચૂક્યા છે.

Loading...

તેમની માતાએ જણાવ્યું કે મારા દીકરાએ મને ટીવી પર ચંદ્રયાન-2 મિશન જોવા કહ્યું. મારા દીકરા પર ગર્વ છે. ચંદ્રકાંતના નાના ભાઈનું નામ શશિકાંત છે. તે પણ વૈજ્ઞાનિક છે. ચંદ્રયાન પાછળ એવેન્જર્સ એન્ડગેમ બનાવવામાં જેટલો ખર્ચો થયો તેના ત્રીજા ભાગનો ખર્ચ થયો છે.

Loading...

Related Articles

Back to top button
Close