GujaratLatest

ગુજરાતમાં 27 જુલાઈથી સતત ચાર દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી

ગુજરાતમાં આ વર્ષે  ચોમાસુ ખુબ જ નબળું દેખાઈ રહ્યું છે. ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં હજુ પણ જોઈએ તેટલો વરસાદ પડ્યો નથી. અમદાવાદ,ગાંધીનગર સહીત મધ્યગુજરાતમાં તો હજુ પણ ઉનાળા જેવી આકરી ગરમી પડી રહી છે ત્યારે સૌ વરસાદને લઈને ચિંતીત છે. પરંતુ આ વચ્ચે એક સારા સંચાર આવી રહ્યા છે કે વરસાદ માટે તરસી રહેલી ગુજરાતની ધરતી આગામી સપ્તાહે મેઘરાજા બરાબર ભીંજવી જશે તેવા એંધાણ મળ્યા છે.

હવામાન ખાતાની આગાહી છે કે પશ્ચિમ બંગાળમાં લો-પ્રેશર સર્જાયું છે અને આ કારણે ગુજરાત સહિત પશ્ચિમ અને મધ્ય ભારતના રાજ્યોમાં આગામી 27 જુલાઈથી ચાર દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. 25 જુલાઈથી બંગાળના અખાત તેમજ બાંગ્લાદેશમાં અપર એર સાઈક્લોનિક સરક્યુલેશન સર્જાવાની શક્યતા છે. ચોમાસાની સિસ્ટમ 26 જુલાઈથી વધુ સક્રિય બનશે અને તેમાં પણ લો-પ્રેશરવાળા વિસ્તારોમાં ભારે સક્રિયતા જોવા મળશે.

Loading...

મધ્યપ્રદેશ ઉપરાંત ગુજરાતના ઉત્તર અને પૂર્વના વિસ્તારોમાં 27 તારીખથી ચાર દિવસ સુધી ચોમાસાની સિસ્ટમ વધુ સક્રિય થશે. ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ભારેથી અતિભારે અને સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારે વરસાદ 27 જુલાઈથી ચાર દિવસ સુધી જોવા મળી શકે છે.

સૌરાષ્ટ્રમાં સિઝનનો 177 મી.મી. વરસાદ નોંધાયો છે. સૌથી વધારે તલાલામાં 92 મી.મી વરસાદ પડ્યો છે. કોડિનારમાં 64, ધોરાજીમાં 55, જૂનાગઢમાં 51, ગિર ગઢડામાં 49, સુરેન્દ્રનગરના થાનગઢમાં 17, કચ્છમાં 6 મી.મી વરસાદ નોંધાયો છે.ઉત્તર ગુજરાતમાં સિઝનનો 148 મી.મી. વરસાદ પડ્યો છે જયારે દક્ષિણ ગુજરાતમાં કુલ 230.13 મી.મી. વરસાદ પડ્યો છે.

Loading...
Loading...

Related Articles

Back to top button
Close