GujaratLatestVadodara

મહેસાણા બાદ હવે વડોદરાના PSIનો ટિકટોક વીડિયો વાયરલ, DCPએ કહ્યું કાર્યવાહી થશે

ટિકટોક વીડિયો વાયરલ થવાની ઘટનાઓમાં અનેક પોલીસ કર્મીઓ સસ્પેન્ડ થઇ ચૂક્યા છે. ત્યારે હવે  વડોદરાના પીએસઆઇ અરૂણ મિશ્રાનો ફિલ્મી ગીત ગાતો વીડિયો વાયરલ થયો છે. અરૂણ મિશ્રા ડીસીબીની ઓફિસમાં ફરજ બજાવે છે. વાયરલ થયેલો ટિકટોક વીડિયો વડોદરા પોલીસ તંત્રમાં ચર્ચાનો વિષય બન્યો છે.

ટિકટોક પર ડાન્સ અને ફિલ્મી ગીતો સહિત વીડિયો મૂકવાનો હાલ ક્રેઝ ચાલી રહ્યો છે. પોલીસ તંત્ર પણ હવે બાકાત નથી. વડોદરાના પીએસઆઇ અરૂણ મિશ્રાએ ઓફિસમાં બેઠા બેઠા વીડિયો ઉતાર્યો હતો અને ટિકટોક પર અપલોડ કર્યો હતો.  ટિકટોક પર અપલોડ થતાની સાથે જ પીએસઆઇનો વીડિયો વાયરલ થયો હતો.ડીસીપી જયદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોત સાથે ચર્ચા વિચારણા કર્યાં અરૂણ મિશ્રા વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવશે.

Loading...

તાજેતરમાં જ કોમી એકતા મુદ્દે થયેલી ફરિયાદ બાદ ટિમ 07 ના 3-4 યુવકોને જેલની હવા ખાવી પડી હતી. હવે આ દુષણ ગુજરાતમાં પણ પ્રવેશી ગયું છે. ગઈકાલે મહેસાણાનો એક ટિક્ટોક વિડીયો વાઇરલ થયો હતો તે બીજે ક્યાંય નહીં પણ પોલીસ સ્ટેશનમાં વિડીયો બનાવ્યાનું સામે આવ્યું છે. વીડિયો બનાવવાનું  ભૂત આ યુવતી પર એવું સવાર હતું કે તેણે લોકઅપ પાસે જ વિડીયો શૂટ કરી લીધો.

Loading...

વાઇરલ થયૅલા વિડીયો બાબતે મહેસાણાના ડીવાયએસપી મંજીતા વણઝારાએ કહ્યું હતું કે વીડિયો ક્યાંનો છે તેની તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. વીડિયો મહેસાણાનો છે કે બહારનો તેની તપાસ કરીશું. વીડિયો ગમે ત્યાંનો હોય પણ પોલીસ ખાતામાં શિસ્ત હોવી ખૂબ જરૂરી છે.ત્યારબાદ વિડીયો બનાવનાર મહિલા કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરી દેવાઈ છે.

Loading...

Related Articles

Back to top button
Close