AhmedabadAmreliBhavnagarGandhinagarGujaratJunagadhLatestRajkotSuratSurendranagarVadodaraValsad

29થી 31મી જુલાઈ સુધી સમગ્ર ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી

ગુજરાતમા વરસાદની ભારે ઘટ છે ત્યારે હવામાન વિભાગે સમગ્ર ગુજરાતમાં આગામી 29 જુલાઈથી 31 જુલાઈ સુધી ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી કરી છે. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.

સમગ્ર ગુજરાતમાં વરસાદ પડશે: 28 તારીખે વહેલી સવારથી જ વરસાદી ચક્ર ગુજરાતમાં પ્રવેશ કરશે. દાહોદ, વડોદરા, પંચમહાલ વગેરે જિલ્લામાં ભારે વરસાદ પડે તેવી આગાહી છે. 29મી જુલાઈએ વરસાદી સિસ્ટમ સાબરકાંઠા સહિત અરવલ્લી, મહેસાણા, પાટણ અને બનાસકાંઠા થઈ કચ્છ તરફ ફંટાશે. આ સમયે ઉત્તર ગુજરાતના તમામ જિલ્લામાં મધ્યમ વરસાદથી અતિભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.   હવામાન વિભાગે જણાવ્યું છે કે સિસ્ટમ મજબૂત બનશે તો આગામી 31મી તારીખ પછી પણ વરસાદ પડી શકે છે.

Loading...

Whatsapp પર દરેક સમાચાર મેળવવા માટે અહીં ક્લિક કરો

ભારે વરસાદની આગાહીને પગલે સોરાષ્ટ્રમાં રાજકોટ મહાનગરપાલિકાએ અગાઉથી જ તૈયારી કરી લીધી છે. કંટ્રોલરૂમ અને ફાયર એન્ડ ઇમરજન્સી વિભાગને એલર્ટ કરવામાં આવ્યું છે. મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાની ખડેપગે તૈયાર છે. તમામ સિનિયર ઓફિસરોને ભારે વરસાદની આગાહીની જાણ કરવામાં આવી છે.

Loading...

Whatsapp પર દરેક સમાચાર મેળવવા માટે અહીં ક્લિક કરો

Loading...

Related Articles

Back to top button
Close