AhmedabadGujaratLatest

અમદાવાદ ભયાનક આગમાં આ બે યુવકોએ પાંચમા માળે જઈને વૃદ્ધાને બચાવી લીધા

આગ લાગે કે રસ્તા પર કોઈનો અકસ્માત થાય  લોકો હવે બચાવવાને બદલે વિડીયો ઉતારવામાં વધારે વ્યસ્ત રહેતા હોય છે. પણ આજે અમદાવાદના ગોતામાં લાગેલી આગની ઘટનામાં બે યુવકોએ ઘટના સાથે કે તેનો ભોગ બનનારા સાથે લેવા-દેવા ન હોવા છતાં એક વૃદ્ધાને બચાવવાનું કામ કર્યું છે.બંનેના ખુબ જ વખાણ થઇ રહ્યા છે.

Loading...

વિરાટ પટેલ અને જિતેશ શાહ નામના બે યુવકો રસ્તા પરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે તેમણે ગોતાના ગણેશ જેનિસિસ બિલ્ડિંગમાં આગ ના દ્રશ્યો જોયા હતા.આ બંને યુવકો તાત્કાલિક આગ લાગી હતી તે ફ્લેટ તરફ દોડી ગયા હતા.આગને કારણે ચારે તરફ ધૂમાડો ફેલાયેલો હતો અને કોઈ ફ્લેટની નજીક જવાની હિંમત નહોતું કરી રહ્યું ત્યારે વિરાટ અને જિતેશ આગ અને ધૂમાડા વચ્ચે જીવનું જોખમ લઈને છેક પાંચમા માળે પહોંચી ગયા હતા. તેમણે આગમાં ફસાયેલા એક વૃદ્ધાને બચાવી લીધા હતા.

Whatsapp પર દરેક સમાચાર મેળવવા માટે અહીં ક્લિક કરો

Loading...

જે વૃદ્ધાને બચાવ્યા છે તેમની ઉંમર 65 વર્ષ છે તેઓ આગ લાગવાને કારણે એટલા બધા ડરી ગયા હતા કે પોતાની મેળે નીચે આવવાની હિંમત જ નહોતી રહી.આપને જણાવી દઈએ કે આગ લાગવાની આ ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું છે અને સાત લોકો ઘાયલ થયા છે. આગને બૂઝાવવા ગયેલી ફાયર બ્રિગેડ અણીના સમયે જ હાઈડ્રોલિક ક્રેન ઓપરેટ ન થતાં સમયસર રેસ્ક્યુ ઓપરેશન શરુ નહોતી કરી શકી. ફાયરવિભાગ ની કામગીરીથી લોકોમાં રોષ ફાટી નીકળ્યો હતો.થોડા મહિના અગાઉ જ હજુ સુરતની ઘટના માં ફાયરવિભાગ ની ભૂલ સામે આવી હતી ત્યારે ફરીએકવાર અમદાવાદમાં એવું બનતા લોકો રોષે ભરાયા હતા.

Whatsapp પર દરેક સમાચાર મેળવવા માટે અહીં ક્લિક કરો

Loading...

Related Articles

Back to top button
Close