GujaratLatest

બાલાસિનોર ભણવા મોકલતા વિદ્યાર્થીનો આપઘાત, સ્યૂસાઈડ નોટ વાંચીને ભલભલા રડી પડશે

ગળતેશ્વરના ડાભસર ગામના યુવકે પોતાની ઇચ્છા મુજબની શાળામાં અભ્યાસ કરવા ન દેતા ગળેફાંસો ખાઇ જીવન ટુંકાવી લીધું હતું. આપઘાત કરતા પહેલા તેણે સ્યુસાઇડ નોટ લખી હતી. તેણે ઠાસરાની સ્કૂલના બદલે બાલાસિનોર સ્કૂલમાં અભ્યાસ કરવા મૂકતા ન ગમ્યું હોવાનો ઉલ્લ્લેખ કર્યો છે. હાલમાં પોલીસે વિદ્યાર્થીના આપઘાત બાબતે તપાસ હાથ ધરી છે. ભૌતિક પરમાર બાલાસિનોરની હાઇસ્કૂલમાં ધોરણ 12માં અભ્યાસ કરતો હતો.

ભૌતિકને ઠાસરાની સ્કૂલમાં અભ્યાસ કરવો હતો પરંતુ પિતાએ તેને બાલાસિનોર મોકલતાં તે નિરાશ થઇ ગયો હતો. ખેતમજૂરી કરીને ગુજરાન ચલાવતાં પિતાને ખ્યાલ નહીં હોય કે ભૌતિકે તેની વાત માની તો લીધી છે અને બાલાસિનોર અભ્યાસ માટે પણ જાય છે પણ તેમનો આ નિર્ણય પુત્રને આવું પગલું ભરવા માટે મજબુર કરશે. ભૌતિકે ગુરુવારે વાઘરોલી ગામની સીમમાંઝાડ ઉપર ગળેફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો.હાલમાંસેવાલીયા પોલીસ દ્વારા તપાસ હાથ ધરાઈ છે.

Loading...

Whatsapp પર દરેક સમાચાર મેળવવા માટે અહીં ક્લિક કરો

સુસાઇડ નોટ આ મુજબ છે:

Loading...

બાય-બાય મારી જિંદગી, આખી દુનિયાને અલવિદા, જય માતાજી, જય શ્રીકૃષ્ણ
મેં બધાને કીધેલું ને કે મારે બાલાસિનોર નથી ભણવું તોય મને બાલાસિનોર જ મુક્યો.મારું સપનું હતું કે હું 12 ધોરણ ઠાસરા જે.એમ. હાઈસ્કૂલમાં ભણું અને તમે લોકોએ મારું સપનું પૂરું ના કર્યું અને એ મારાથી સહન ન થયું કે મારું એક જ સપનું હતું અને એ પણ અધૂરું રહી ગયું. બાલાસિનોર ભણાવવાની જીદના કારણે મારું M.N.DOમાં જરાય મન નતું લાગતું તો હું ભણત કેવી રીતે, પાસ જ કેવી રીતે થાત. એટલે જ આજે મારે આવું કામ કરવું પડ્યું.

Whatsapp પર દરેક સમાચાર મેળવવા માટે અહીં ક્લિક કરો

હું કોઈનાથી ગુસ્સે નથી બોવ જ ખુશ છું કે તમારા જેવું પરિવાર મારે હતું. મમ્મી, પપ્પા, દાદા, દાદી, કાકા, કાકી, ભાઈઓ મારા ત્રણ બોવ જ યાદ કરીશ. જીજાજીને પણ બોવ જ યાદ કરીશ. નીકીને પણ યાદ કરીશ. મારા બધા ફળિયાવાળાને પણ બોવ જ યાદ કરીશ અને મારા ભાઈ જેવા ભાઈબંદોને કેવી રીતે ભૂલી જવાય. ખાસ મારા ભાઈઓ હર્ષ, લતીફ, વિશાલ, નિનેશ, રાહુલ, આટલાને તો ના જ ભુલાય. રાકેશને પણ બોવ જ યાદ કરીશ. પપ્પા પણ ના રડતા હો લાલાકાકા તમેય ના દુ:ખી થતા. મારી છેલ્લી ઇચ્છા એ જ છે કે મારા બધા જ દોસ્તોને બોલાવામાં આવે મને વાળવા માટે. બાલાસિનોર તને તો કદી નય ભુલાય તેં મારી જિંદગી છીનવી લીધી.

Loading...

Related Articles

Back to top button
Close