Ajab-GajabIndiaLatestPolitics

યુવકના ખાતામાં ભૂલથી આવ્યા અધધધ આટલા રૂપિયા,કંપનીએ પાછા માંગ્યા તો કહ્યુ કે આ તો મોદીજીએ મોકલ્યા છે ના મળે

આપણી વચ્ચે એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે જેમાં એક યુવકના ખાતામાં ભૂલથી પૈસા જમા થઇ ગયા હતા અને કંપનીએ પાછા માંગતા એ યુવકે એવો જવાબ આપ્યો કે સૌ લોકો નવાઈ પામી ગયા હતા.તમને જણાવી દઈએ કે સરખા નામના કારણે યુપીની એક યુનિવર્સિટીના કર્મચારીના બેન્ક એકાઉન્ટમાં ભુલથી રૂપિયા જમા થઈ ગયેલા પૈસા કર્મચારીએ આ કર્મચારી પાછા આપવાની ના પાડી દીધી છે કે, નાં આપવાનું કારણ પણ એણે આપ્યું છે કહ્યું છે કે મોદીજીએ લોકોને 15 લાખ રુપિયા આપવાનો વાયદો કર્યો હતો અ્ને મારા બેન્ક એકાઉન્ટમાં આ પહેલો હપ્તો જમા થયો છે.

Loading...

અહી ઉલ્લેખનીય છે કે પૈસા પાછા આપવાની ના પાડનારા કર્મચારીને યુનિવર્સિટીના તંત્રે સસ્પેન્ડ કરીને આગળની તપાસ શરુ કરી છે. તમને જણાવી દઈએ કે યુપીની હરકોર્ટ બટલર ટેકનિકલ યુનિવર્સિટીના પ્રોફેસર પ્રદીપ કુમારને કન્સલટન્સી પેટે એક કંપની પાસેથી 6.38 લાખ રુપિયા લેવાના નિકળતા હતા. જોકે આ રકમ એક જ પ્રકારનુ નામ હોવાથી ચોથા વર્ગના કર્મચારી પ્રદીપ કુમારના બેન્ક એકાઉન્ટમાં ભૂલથી જમા થઈ ગઈ હતી.

Whatsapp પર દરેક સમાચાર મેળવવા માટે અહીં ક્લિક કરો

Loading...

આ યુનિવર્સિટીએ કર્મચારીને રકમ પાછી આપવાનુ કહ્યુ ત્યારે તેણે એવો જવાબ આપ્યો હતો કે, આ રકમ તો મારા એકાઉન્ટમાં મોદીજીએ મોકલાવી છે એટલે પાછી નહિ મળે. એવુ કહેવાય છે કે, પૈસા જમા થાય બાદ પ્રદીપ કુમારે બીજા જ દિવસે 4.35 લાખની રકમ ઉપાડીને વાપરી નાખી હતી. હવે પૈસા પાછા આપવાની ના પાડનાર કર્મચારીનુ બેંક એકાઉન્ટ યુનિવર્સિટીએ સિઝ પણ કરાવી દીધુ છે.

Whatsapp પર દરેક સમાચાર મેળવવા માટે અહીં ક્લિક કરો

Loading...

Related Articles

Back to top button
Close