GujaratLatestSurat

સુરત: સિવિલમાં તબીબે સારવારમાં એવો તમાચો માર્યો કે દર્દી હોસ્પિટલ છોડીને ભાગી ગયો

સુરત : નવી સિવિલ હોસ્પિટલના ઓર્થોપેડિક તબીબે દર્દીને તમાચો મારી દેવાની ઘટનાએ ચકચાર જગાવી છે. સિવિલ હોસ્પિટલના ઓર્થો વોર્ડમાં દાખલ અંકિત નામના 17 વર્ષીય દર્દીને રેસિડેન્ટ ડોક્ટર હેમંત યાદવે તમાચો મારી દીધો હતો. ડો.હેમંત અંકિતને તપાસી વાતચીત કર્યા બાદ તમાચો ઠોકી દે છે.અંકિત હતપ્રત થઈ ગયો હતો.તપાસ કમિટીના તપાસ રિપોર્ટ બાદ ડોક્ટર પર કાર્યવાહી થશે કે નહિ એ સવાલ છે.

રાત્રીના સમયે ત્રણ રેસિડેન્ટ ડોક્ટર વોર્ડમાં તપાસ રાઉન્ડ માટે નીકળ્યાં હતા.તે સમયે દર્દીની તપાસ દરમિયાન એક રેસિડેન્ટ ડોક્ટર અચાનક ઉશ્કેરાયો હતો અને દર્દીને તમાચો મારી દીધો હતો. આખી ઘટના એક દર્દીના સંબંધીએ મોબાઈલ ફોનમાં રેર્કોડિંગ કરી લીધી હતી. શુક્રવારે સાંજે આ વીડિયો ઇન્ચાર્જ તબીબી અધિક્ષક ડો. પ્રીતિ કાપડિયા સુધી પહોંચ્યો હતો.

Loading...

દર્દીને મારનાર રેસિડેન્ટ ડો. હેમંત હોવાની ચર્ચા વોર્ડમાં ઊઠી છે. ઘટનાને પગલે ડો. પ્રીતિ કાપડિયાએ વિભાગના વડા ડો. હરી મેનન અને યુનિટના વડા ડો. અંશુલ ગુપ્તાને બોલાવી ચર્ચા કરી હતી.હેમંત મૂળ હરિયાણાના છે અને 6 મહિના અગાઉ દર્દીની સારવારને લઈ મેડિકલ ઓફિસર ડો.ઉમેશ ચૌધરી સાથે ગેરવર્તન કરી ચુક્યા છે. ગત વર્ષે રેસિડેન્ટ ડોક્ટર જીતેન્દ્રે એક દર્દીને આવી જ રીતે તમાચો જડી દીધો હતો.

Whatsapp પર દરેક સમાચાર મેળવવા માટે અહીં ક્લિક કરો

Loading...
Loading...

Related Articles

Back to top button
Close