IndiaLatestSports

કોહલીને અનફોલો કર્યા બાદ રોહિત શર્માએ અનુષ્કાને કરી અનફોલો, તો અનુષ્કાએ પણ લખ્યું કઇક આવું….

મળતી માહિતી અનુસર તમને જણાવી દઈએ કે મીડિયા રિપોર્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે વર્લ્ડ કપ માં હાર બાદ ભારતીય ક્રિકેટ ટીમ એ બે જૂથમાં વહેંચાઈ ગઈ છે. મળતી માહિતી અનુસાર આ બે જૂથની વાત કરીએ તો જેમાં પહેલા જૂથમાં વિરાટ કોહલી તો બીજા જૂથમાં રોહિત શર્મા છે.તમને જણાવી દઈએ કે રોહિત શર્માએ વિરાટ કોહલીની પત્ની અને અભિનેત્રી એવી અનુષ્કા શર્માને સોશિયલ સાઈટ ઈન્સ્ટાગ્રામ પર અનફૉલો કરી દીધા છે.

અહી ઉલ્લેખનીય છે કે રોહિત શર્મા આ પહેલા જ વિરાટ કોહલીને અનફૉલો કરી ચૂક્યા છે. જો કે બીજી બાજુ વિરાટ કોહલી હજુ પણ રોહિત શર્માને ફૉલો કરી રહ્યા છે. પરંતુ આસમગ્ર ઘટના માં હવે ટ્વિસ્ટ એટલા માટે આવી ગયો છે કારણકે અનુષ્કા શર્માએ ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ કરી છે. જો કે અનુષ્કાએ કરેલી આ પોસ્ટમાં તેણે કોઈનુ નામ નથી લીધુ પરંતુ સોસીયલ મીડિયામાં આને રોહિત શર્મા માટે પલટવાર તરીકે માનવામાં આવી રહ્યુ છે.

Loading...

તમને જણાવી દઈએ કે અનુષ્કા શર્માએ કોઈનુ નામ લીધા વગર  પોતાના સ્ટેટસમાં એવું લખ્યુ છે કે, ‘એક બુદ્ધિમાન વ્યક્તિએ કંઈ નથી કહ્યુ. માત્ર સત્ય જ છે જે જૂઠના દેખાડામાં નથી પડતુ.’ જોકે અનુષ્કાએ લખેલા  આ સ્ટેટસને રોહિત શર્મા સાથે જોડીને જોવામાં આવી રહ્યુ છે અને એવું કહેવામાં આવી રહ્યુ છે કે તેણે આના દ્વારા રોહિત શર્માને એક જવાબ આપ્યો છે. અહી એ પ્રશ્નાર્થ છે કે જૂથબાજી અહી સુધી જ સીમિત રહી જાય છે કે પછી આગળ પણ આ અંગે વાર પલટવાર જોવા મળશે.

અમે તમને જણાવી દઈએ કે અનુષ્કા શર્મા એ ઈન્સ્ટાગ્રામ પર રોહિત શર્મા અને તેની પત્ની રિતિકા સજદેહને ફૉલો નથી કરતી.જયારે રિતિકા સજદેહ પણ વિરાટ અને અનુષ્કા શર્માને ફૉલો નથી કરતી.પરંતુ એ વાત પણ અહી છે કે પહેલા આ લોકો એકબીજાના ફૉલો કરતા હતા કે નહિ પરંતુ એ વાતની માહિતી નથી.

Loading...
Loading...

Related Articles

Back to top button
Close