GujaratLatestSuratUncategorised

સુરત: દરિયા કિનારે ત્રણ ડૂબ્યાં, એકનું મોત, એકની શોધખોળ ચાલુ

સુરત: ડુમસ દરિયા કિનારે ગણેશ મંદિર નજીક ન્હાવા પડેલા ત્રણ ડૂબી ગયાની વિગતો સામે આવી છે. બે કિશોરી અને એક કિશોરડૂબ્યા હોવાની માહિતી મળી રહી છે. સ્થાનિક લોકોએ એક કિશોરી અને એક કિશોરને બહાર કાઢ્યાં હતાં જયારે હજુ એક કિશોરીની શોધખોળ કરવામાં આવી રહી છે. પાણીમાં ડૂબી ગયેલા કિશોરને ગંભીર હાલતમાં સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જ્યાં તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.

પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. મૃતક યુવકનું નામ અશ્વિન ટકારે અને ભટારના ગોપાલ નગરમાં રહેતો હોવાનું જાણવા મળ્યું છે.એહસાન અહેમદે જણાવ્યું હતું કે આજે રવિવાર હોવાથી પરિવાર અને મિત્રો સાથે ડુમસ દરિયા કિનારે ફરવા ગયા હતા. જ્યાં ત્રણ ડૂબ્યા હોવાની જાણ થતા મદદે દોડી ગયા હતા. પહેલાં એક કિશોરીને જીવતી બહાર કાઢી હતી.

Loading...

ત્યારબાદ એક કિશોરને બહાર કાઢ્યો હતો. હજુ એક કિશોરી મળી આવી ન હતી. કિશોરના પેટમાં ભરાયેલા પાણીને બહાર કાઢવાનો પ્રયત્ન કરીને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો હતો પણ ત્યાં તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.મૃતક અશ્વિન ના પિતા સિક્યોરિટી ગાર્ડ તરીકે ખાનગી બિલ્ડિંગમાં કામ કરે છે.  છેલ્લા 20 વર્ષથી સુરતમાં રહે છે. મૃતક અશ્વિન ધોરણ 11માં અભ્યાસ કરતો હતો.મોતના પગલે પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.

Loading...

Related Articles

Back to top button
Close