LatestTechnology

ચાર્જિંગમાં રાખેલ મોબાઈલ ફાટતા યુવકે જીવ ગુમાવ્યો, ક્યારેય ન કરતા આટલી ભૂલો

મોબાઈલ ફોનમાં બ્લાસ્ટ અને આગ લાગવાની ઘટનાઓ હાલના સમયમાં વધી રહી છે. આવી જ એક ઘટનામાં ચાર્જિંગમાં લાગેલો મોબાઈલ ફોન ફાટ્યો અને યુવકે જીવ ગુમાવવાનો વારો આવ્યો. અન્ય એક યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. ઉત્તરપ્રદેશના આગ્રામાં બન્ને યુવકો મોબાઈલને ચાર્જિંગમાં રાખીને મોબાઈલમાં ઈયરફોન લગાવીને ગીત સાંભળી રહ્યાં હતાં. જો તમારે આવી દુર્ઘટના થતી રોકવી હોય તો આટલી ભૂલો ક્યારેય ન કરતા…

ડુપ્લિકેટ ચાર્જરનો ન કરો ઉપયોગ: મોટાભાગના લોકોનું ફોનનું ઓરિજનલ ચાર્જર જલ્દી ખરાબ થઇ જાય તો તેઓ સસ્તામાં નકલી ચાર્જર લઇ લેતા હોય છે. જો કે આવા ચાર્જર ઉપયોગ કરવાથી ઘાતક સાબિત થઈ શકે છે. હંમેશા પોતાના ફોનના ઓરિજનલ ચાર્જરનો જ ઉપયોગ કરો. ડુપ્લિકેટ ચાર્જરનો ઉપયોગ વિસ્ફોટની શક્યતા વધારે છે.

Loading...

કાર ચાર્જરનો ઉપયોગ લાંબા સફર દરમિયાન જ કરો.  જ્યારે તમારી પાસે ચાર્જિંગનો અન્ય કોઈ ઓપ્શન જ ન હોય ત્યારે જ તેનો ઉપયોગ કરવો જોઈએ. કાર ચાર્જરના લાંબા સમયના ઉપયોગથી પણ જોખમ વધી જાય છે.

ઘણા લોકો મોડીરાત સુધી મોબાઈલ વાપરતા હોય છે અને પછી મોબાઈલને તાકિયાની નીચે રાખીને સુઈ જાય છે. જો કે આવું ક્યારેય પણ ન કરો. તકીયાની નીચે ફોન રાખીને સુવું ખતરનાક છે.  હીટ ટ્રેપ હોવાના કારણે ડિવાઈસનું તાપમાન વધે છે અને દબાણ  વધતા તે ફાટવાનો ભય રહે છે.

Loading...

ઘરમાં એક્સટેન્શન બોર્ડમાં એક સાથે અનેક ઈલેક્ટ્રોનિક આઈટમ્સને પાવર સપ્લાઈ આપવામાં સરળતા રહે છે. કેટલાક લોકો તેમાં પોતાના ફોનનું ચાર્જર પણ લગાવી દે છે. જો કે તેમાં ચાર્જર લગાવવું પણ ખતરનાક સાબિત થઈ શકે છે. આ ઉપરાંત શર્ટ, ટી-શર્ટના ઉપરના ખિસ્સામાં ક્યારેય મોબાઈલ ફોન ન રાખવો જોઈએ. સેલફોન રેડિએશન ખતરાનો એક મુદ્દો તો છે જ. ઉપરાંત જ્યારે મોબાઈલ ફાટે છે ત્યારે હૃદય પાસે હોય તો વધારે ખતરનાક સાબિત થઈ શકે છે.

જે  આખી રાત ફોનને ચાર્જિંગમાં રાખે છે તે પણ ખતરનાક છે.કારણકે આમ કરવું એ ફોન અને તેની બેટરી બન્ને માટે હાનિકારક સાબિત થાય છે.સાથે જ પેટ્રોલ પંપ પર પણ ફોનના ઉપયોગથી બચો. જો ફોનની બેટરી બદલવાની હોય તો હંમેશા ઓરિજનલ બેટરી જ લગાવો. ક્યારેય પણ સસ્તી અને બેકાર ક્વોલિટીની બેટરી ફોનમાં યૂઝ ન કરો.જો વારંવાર ફોન ગરમ થઇ જાય તો પણ તે લાંબા સમયે ખતરનાક સાબિત થઇ શકે છે.

ફોનને મોટા કવરમાં રાખીને ચાર્જ કરવાથી તેનું ટેમ્પરેચર વધે છે. તેની બેટરી પણ ડેમેજ થઈ શકે છે. પાવર બેંકનો ઉપયોગ હવે જરુરી બની ચૂક્યો છે પરંતુ સસ્તા પાવર બેંક પણ ફોનને નુકસાન પહોંચાડી શકે છે. ફોનમાં જો કોઈ ખરાબી આવી જાય તો તરત જ તેને લોકલ શોપ પર રિપેર કરવા આપીએ છીએ.પરંતુ હંમેશા ભરોસાપાત્ર સર્વિસ સેન્ટર પર ફોન રિપેર કરાવવાનું જ લાભદાયી છે.

Loading...

Related Articles

Back to top button
Close