GujaratLatestRajkot

રાજકોટ: કોન્સ્ટેબલે ફોર્ચ્યુનર કાર પર સિમ્બા સ્ટાઇલમાં વિડીયો બનાવ્યો, DCPએ તપાસના આદેશ આપ્યા

ગુજરાતમાં એક પછી એક પોલીસના વિડીયો વાઇરલ થઇ રહ્યા છે. રાજકોટના એક જવનનો પણ વિડીયો પહેલા વાઇરલ થયો હતો. ત્યારે ફરી રાજકોટમાં આજે પણ સોશિયલ મીડિયામાં પોલીસ કોન્સ્ટેબલ દિવ્યરાજસિંહ ઝાલા નામના પોલીસ કર્મચારીનો હીરોગીરી કરતો વીડિયો વાઇરલ થયો છે કોન્સ્ટેબલ ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવી રહ્યો છે. પોલીસ વર્દીમાં કોન્સ્ટેબલનો આ વીડિયો સામે પોલીસે તપાસ હાથ ધરી છે. રાજકોટનો જ વિડીયો છે કે નહીં તે અંગે ડીસીપી રવિમોહન સૈનીએ તપાસના આદેશ આપ્યા છે.

વીડિયોમાં કોન્સ્ટેબલ ફોર્ચ્યુનર કારના બોનેટ પર ફિલ્મી સ્ટાઇલમાં બેઠો છે. બાદમાં રોડ પર પોતે કાર ચલાવતો નજરે પડે છે અને ચાલુ કારમાંથી ઉતરી ફિલ્મી સીનમાં જોવા મળી રહ્યો છે. તે ડી સ્ટાફમાં ફરજ બજાવી રહ્યો છે. જો કે આ ટીકટોક નથી પોતાનો પર્સનલ વીડિયો બનાવ્યો હતો. પોલીસ ડ્રેસમાં આ રીતની હીરોગીરીમાં પોલીસ શું પગલા લે તે જોવાનું રહ્યું.

Loading...

બે દિવસ પહેલા પોલીસ સ્ટેશનની પીસીઆર વાન પર બેસી પૂર્વ વોર્ડનએ ટીકટોકમાં વીડિયો બનાવ્યો હતો. બોનેટ પર બેસનાર પૂર્વ ટ્રાફિક વોર્ડન શુભમ ઉકેડિયા હોવાનું ખુલ્યું હતું. રોફ જમાવવા જે પીસીઆરવેનનો ઉપયોગ થયો હતો તે પીસીઆરનો ઇન્ચાર્જ કોન્સ્ટેબલ અમિત કોરાટ હતો. ડીસીપી સૈનીએ રિપોર્ટ રજૂ કરતાં જ કમિશનર અગ્રવાલે જવાબદાર બંને પોલીસમેન નિલેશ કુંગશિયા અને અમિત કોરાટને સસ્પેન્ડ કરી દીધા હતા.

Whatsapp પર દરેક સમાચાર મેળવવા માટે અહીં ક્લિક કરો

Loading...
Loading...

Related Articles

Back to top button
Close