AhmedabadGujaratLatestSuratValsad

આજથી 5 દિવસ સુધી ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી

લાંબી રાહ જોવડાવ્યા બાદ દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના કેટલાક ભાગોને છોડીને અન્ય સ્થળો પર વરસાદનું આગમન થઈ રહ્યું છે. કેટલાક દિવસોથી અમદાવાદ સહિત આસપાસના વિસ્તારોમાં છાપટાં પડી રહ્યા છે.  આગામી પાંચ દિવસ પર રાજ્યના દક્ષિણ, ઉત્તર અને સૌરાષ્ટ્ર સહિત મધ્ય ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરાઈ રહી છે.બે સિસ્ટમ ક્રિએટ થવાથી ગુજરાતમાં આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

Whatsapp પર દરેક સમાચાર મેળવવા માટે અહીં ક્લિક કરો

Loading...

ગુજરાતના હવામાન વિભાગના ડિરેક્ટરના જણાવ્યા અનુસાર ઉત્તર ઓડિશા અને ઝારખંડને અડીને સાઈક્લોનિક સર્ક્યુલેશન બન્યું  છે અને  મધ્યપ્રદેશ અને રાજસ્થાન પાસે ક્રિએટ થયું છે. બન્ને સિસ્ટમના કારણે ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થશે. શનિવારે રાજ્યમાં દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં વરસાદ નોંધાયો છે. અમદાવાદ સહિત ગુજરાતના કેટલાક ભાગોમાં 5mm વરસાદ થયો હતો.વલસાડના કપરાડામાં સૌથી વધુ 61mm વરસાદ થયો હતો, નર્મદાના નંદોદમાં 57mm, ડાંગમાં 54mm વરસાદ થયો હતો.

31 જૂલાઈ પછી એક લો પ્રેશર એરિયા સિસ્ટમ પશ્ચિમ બંગાળમાં બનશે. જેના બે-ત્રણ દિવસ બાદ ગુજરાતમાં સારો વરસાદ પડવાની શક્યતા છે.  અમદાવાદમાં ઓછો વરસાદ નોંધાયો છે ત્યારે આગામી 28 અને 29 જૂલાઈએ અમદાવાદ અને ગાંધીનગરથી મધ્ય ગુજરાત તરફ પણ સારો વરસાદ જોવા મળશે.તેમજ આગામી 5 દિવસ સુધી રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોમાં માછીમારોને પણ દરિયો ન ખેડવાની સુચના આપવામાં આવી છે.

Loading...
Loading...

Related Articles

Back to top button
Close