IndiaLatest

પતિ ઓફિસ અને દીકરી સ્કૂલે જાય પછી પત્ની પાછળથી ઘરે કરતી હતી ન કરવાનું કામ,જાણો વિગતે

મુંબઈ ક્રાઈમ બ્રાંચે કાંદિવલી જેવા પોશ વિસ્તારમાંથી બે દિવસ પહેલા એક મહિલાની ધરપકડ કરી અને તેના વિરુદ્ધ પીટા જેવી કલમો લગાવી છે જેથી તેને જામીન મળવા પણ મુશ્કેલ છે. ઘટનાથી મહિલાના પતિ અને 16 વર્ષની પૂત્રીને આંચકો લાગ્યો છે કેમ કે પત્ની અને માતા છેલ્લા કેટલાય સમયથી ઘરમાં દેહવેપારનું કૌભાંડ ચલાવતી હતી અને તેમને આ ખબર પણ નોહતી.

પોલીસને બાતમી મળી હતી કે એક હાઉસિંગ સોસાયટીમાં દેહ વેપારનું કૌભાંડ ચાલે છે. બાદમાં પોલીસે મહિલાનું બેકગ્રાઉન્ડ ચેક કર્યું અને પછી તેના ઘરની આસપાસ પોલીસે વોચ ગોઠવી. બે દિવસ સુધી સતત વોચ રાખ્યા બાદ પોલીસે  ઘર પર રેડ કરી અને મહિલાની ધરપકડ કરી લીધી.ઘરેથી ત્રણ યુવતીનું રેસ્ક્યુ કરીને ત્રણેયને સુધાર ગૃહ મોકલવામાં આવી.

Loading...

આપને જણાવી દઈએ કે મહિલાનું ઘર બે બેડરુમનું હતું. સવારે પતિ પોતાનાધંધે નીકળી ગયા બાદ 12મા ધોરણમાં ભણતી તેની દીકરી 11 વાગ્યે કોલેજ જતી હતી. તે સીધી જ કોચિંગમાં જતી હતી. દિવસ દરમિયાન તેના ઘરે કોઈ જ નહોતું રહેતું અને તેનો લાભ મહિલા ઉઠાવતી હતી. તે ગ્રાહકો અને યુવતીઓને પોતાના ઘરે બોલાવી હોટેલ જેવી સુવિધાઓ આપતી હતી. તે દરેક ગ્રાહકને અલગ અલગ સમય આપતી અને ગ્રાહક પાસેથી 3000 રૂપિયા વસૂલતી હતી. 50 ટકા રકમ પોતે રાખતી હતી અને બાકીની રકમ છોકરીઓને આપતી હતી.

તેણે આ છોકરીઓ માટે નવા નવા કપડા ખરીદીને રાખ્યા હતા. છોકરીઓને પહેરાવ્યા બાદ તેના ફોટોઝ પાડીને ગ્રાહકોને મોકલતી હતી. આ છોકરીઓના પરિવારને પણ આ ઘટના સામે આવ્યા બાદ મોટો ઝટકો લાગ્યો છે. તેમને એમ હતું કે તેમની છોકરીઓ નોકરી માટે બહાર જાય છે પણ હકીકત  સામે આવી તો પગ નીચેથી જમીન સરકી ગઈ હતી.

Loading...
Loading...

Related Articles

Back to top button
Close